ભારત: છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 28,326 નવા કેસ નોંધાયા છે, જેમાંથી એકલા કેરળમાં 16671 કેસ સામે આવ્યા છે અને મહારાષ્ટ્રમાં 3276 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં 16 નવા કેસ સામે આવ્યા છે. હાલમાં ગુજરાતમાં 149 એક્ટિવ કેસ છે. 91 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે.
મળતી માહિતી મુજબ સક્રિય કેસનું ભારણ આજે 3,03,476 છે, સક્રિય કેસ કુલ કેસનાં 0.90% થયા. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,88,945 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 56.32 કરોડથી વધારે (56,32,43,245) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાયો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.98% છે જે છેલ્લા 93 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે આજે 1.90% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 27 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 110 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યાનું જાણવા મળે છે.

