ધરમપુર: આજરોજ 5:30 થી 6:00 સમયગાળા દરમિયાન વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગામમાં રોડની બાજૂમાં ઊભી રહેલી મીની એસ.ટી બસ સાથે સામેથી સ્લેપ ભરવા ગયેલા મજુરોથી ભરેલી મહિન્દ્ર પીકઅપ ભટકાતાં બંને વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી છે જેમાં પીકઅપમાં સવાર ૨૮ જેટલા મજુરો ગંભીર રીતે ઘવાયા હતા
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગામમાં રોડની બાજૂમાં ઊભી રહેલી GJ-18-Z-5239 નંબરની વલસાડ એસ.ટી બસ મીની એસ.ટી બસ સાથે સામેથી સ્લેપ ભરવા ગયેલા મજુરોથી ભરેલી મહિન્દ્ર પીકઅપ ભટકાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ધરમપુર તાલુકાના જાગેરી ગામના ૨૮ મજુરો ગંભીર રીતે ઘવાયા હતા તેમણે તાત્કાલિક ધોરણે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતની ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો દોડી આવી ઘાયલોને બહાર કાઢી ખેરગામ, ધરમપુર અને વલસાડની 108 એમ્બ્યુલન્સમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરાયા હતા અને સામાન્ય ઈજા થનાર મજુરોને સ્થળ પર પ્રાથમિક સારવાર અપાઈ હતી. બસમાં બેસેલા મુસાફરો કે ડ્રાઈવર કલીનરને કોઈ ઈજા પોહચી ન હતી. ઘાયલ થયેલા મજૂરોની વાત કરવામાં આવે તો અનિલ બાબુ કાનાત, કનુ જેસિંગ જાદવ, સુરેશ કાંગળિયા, વનિતાબેન કાંતિલાલ જાદવ, લક્ષ્મણ કાળુ પવાર, રાકેશ ભરત જાદવ, મોહન તુળસ પવાર, વનિતા મહેશ, રડકિયા કાકડ, ઝીણા ભાઇ જાદવ, સંગીતા રમેશ જાદવ, મીરા જશવંત ખરપડિયા, નયના જસુભાઇ ઇતિ, ગોવિંદ જાદવ, અને મંજુલા મોતીરામ જેવા નામો સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા છે.

