પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

મહુવા: દક્ષિણ ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જ જાય છે ત્યારે ફરી એક વખત સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામમાં એક યુવાને ખેતરમાં જઈ લીંબડાના ઝાડ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધાનો કિસ્સો સામે આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામના નવુ પટેલ ફળિયામા રહેતો 28 વર્ષીય યુવાન પ્રકાશભાઈ શંકરભાઈ પટેલ 23 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે ઘરમાં કોઈને પણ જાણ કાર્ય વગર જતો રહ્યો હતો અને બીજા દિવસે એમની લાશ ઉમરા ગામની સીમ પાસે આવેલા ખેતરમાં લીંબડાના ઝાડની ડાળી સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

ગ્રામજનોને ઘટનાની જાણ થતાં જ આ વિષેની માહિતી તેમણે મહુવા પોલીસને આપી હતી. મહુવા પોલીસે ઘટના સ્થળે આવી આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.