ચીખલી: નવસારી જિલ્લાનો બહુચર્ચિત ચીખલી કસ્ટોડિયલ ડેથ મામલામાં આદિવાસી સમાજની એકતા, સંગઠન અને સંઘર્ષ રંગ લાવ્યું હોય એમ ગતરોજ નવસારી એલ.એ.બી પોલીસ દ્વારા બે આરોપીને ધરપકડ કર્યા બાદ સાંજે ૭ કલાકે ત્રીજો આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી કસ્ટોડિયલ ડેથ મામલામાં ગતરોજ નવસારી એલ.એ.બી પોલીસ દ્વારા પીઆઇ અજીતસિંહ વાળા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા નામના બે પોલીસ આરોપીઓની ધરપકડ કર્યા બાદ સાંજના ૭:ઊ વાગ્યાના સમયગાળામાં ત્રીજા આરોપી રામજી ગયાપ્રસાદની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે આમ આદિવાસી સમાજના અન્યાયની સામે ન્યાય મેળવવા કરેલા સંઘર્ષ રંગ લાવ્યો છે અને ધીમે ધીમે એક-એક કરી મૃતક યુવાનોના પોલીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

આ બાબતે આદિવાસી આગેવાન અને આદિવાસી સમાજના લોકનેતા અનંત પટેલ જણાવે છે કે આદિવાસી સમાજની એકતા, સંગઠન અને સંઘર્ષની આખરે જીત થઇ છે અને પોલીસ પ્રશાશન દ્વારા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અને અન્ય પોલીસ આરોપીઓ પણ ઝડપથી જેલના સળિયા પાછળ હશે એની અમને પોલીસ તંત્ર દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે. આદિવાસી આગેવાન રમેશભાઈ પટેલ જણાવે છે કે અમે જે અન્યાય સામેં ન્યાયની લડત લડી રહ્યા છે તે કોઈ એક પરિવારની નથી એ આખા આદિવાસી સમાજની છે ભવિષ્યમાં પણ આવા પ્રકારનો અન્યાય સહી લેવામાં આવશે નહિ. અમને આ શા છે કે કસ્ટોડિયલ ડેથ મામલામાં બાકી રહેલા અન્ય પોલીસ આરોપીઓ પણ ધરપકડ કરી આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવશે.