જ્યોર્જિયાના ભારત સ્થિત રાજદૂત(એમ્બેસેડર) શ્રીયુત આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી.
જ્યોર્જિયાના એમ્બેસેડરશ્રીએ ગુજરાત સાથે ખાસ કરીને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ, પોર્ટસ, ફાર્માસ્યુટિકલ સેકટરમાં સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જ્યોર્જિયાની કંપનીઓ ગુજરાતમાં પોતાના એકમો શરૂ કરે તો ગુજરાત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આગામી વાયબ્રન્ટ સમિટમાં જ્યોર્જિયાનું ડેલીગેશન ભાગ લેવા આવે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આમંત્રણ પાઠવ્યું હતું.

