વાંસદા: થોડા સમય અગાઉ જ વાંસદા તાલુકાની ઘણી પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા પરંતુ આ નવનિર્મિત ઓરડાઓમાંથી વરસાદના પાણી ટપકવાનો કિસ્સો બહાર આવતાં કામ લેનાર કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લોકો લગાવી રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકામાં આવેલ રંગપુર ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓમાં પાણી ટપકી રહ્યું છે. પ્રથમ વરસાદે જ શાળાના કમ્પ્યૂટર રૂમમાં પાણી ઉતરવાના કારણે દીવાલો ભેજવાળી બની છે જેને લઈને વિદ્યાર્થીઓને કરન્ટ લાગવાના ભય કમ્પ્યુટર બગાડવાનો ભય જોવાય રહ્યો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યાં બાળકોના પાયાનું ઘડતર થાય છે જ્યાં શિક્ષણના બીજ વિદ્યાર્થીઓમાં વાવવામાં આવે છે એવી પ્રાથમિક શાળામાં પણ આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને રૂપિયાના લાલચી સરકારી બાબુઓને માણસ કહેવું એ માણસાઈનું અપમાન થશે. બાળકોના ભવિષ્ય સાથે રમત રમતા આવા લોકોને તો કુદરત ક્યારે માફ નહિ કરે આજે નહિ તો કાલે એ પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવશે જ.

