વાંસદા: આજે ચીખલી કસ્ટેડીયલ ડેથ આદિવાસી દિકરાને ન્યાય માટે આજે આદિવાસી આગેવાનોએ સુરત આઈ. જી. સાહેબના મુલાકાત માટે મુદતની તારીખે આપણાં સમાજને અન્યાય કરનાર નરાધમ બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવેલ છે એવા સુખદ સમાચાર આપવામાં આવ્યા

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે ચીખલી કસ્ટેડીયલ ડેથ આદિવાસી દિકરાને ન્યાય માટે આજે આદિવાસી આગેવાનોએ સુરત આઈ. જી. સાહેબના મુલાકાત માટે મુદતની તારીખે આપણાં સમાજને અન્યાય કરનાર નરાધમ બે કર્મચારીઓની ધરપકડ થયાના સમાચાર મળવાથી આદિવાસી સમાજને ન્યાય મળ્યાનો અહેસાસ થયો છે પણ જ્યારે તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે ત્યારે સંપૂર્ણ ન્યાય કહેવાશે. આ ધરપકડ બાબતે આદિવાસી આગેવાનોનું શું કહેવું છે જુઓ વીડીઓમાં…

સુરતમાં IG સાથે આદિવાસી આગેવાનોની બેઠકમાં લોકનેતા અનંતભાઈ પટેલ, મહારૂઢિ પ્રથા અધ્યક્ષશ્રી રમેશભાઈ , ઉપાધ્યક્ષશ્રી ડૉ. અનિલભાઈ પટેલ, મંત્રી શ્રી કૌશિકભાઈ, સહમંત્રીશ્રી તુષારકુમાર, નિલેશભાઈ કાકડવેલ, દિવ્યેશભાઈ કાકડવેલ, પ્રગનેશભાઈ પ્રતાપનગર, ભાઈલુભાઈ નાની તંબાડી વાપી, જીતુભાઇ વાપી, ગોવિંદભાઇ વાપી વગેરે હાજર હતા. આ તમામ આગેવાનોએ તમામ ભાઈઓ અને બહેનોને ન્યાય સામે અન્યાયના આંદોલનમાં સહકાર બદલ અભિનંદન પાઠવ્યા છે અને સમાજ માટે હંમેશા આપનો સહકાર મળી રહે તેવી આશા પ્રગટ કરી છે.