નવસારી: આજરોજ ચીખલી તાલુકા ખાતે મામલતદાર કચેરી ખાતે BTTS સંગઠન દ્વારા ખોટા આદિજાતિ પ્રમાણપત્રના વિવાદમાં ઘેરાયેલા મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતિ નિમીષાબેન સૂથારને આદિજાતી મંત્રી પદથી દૂર કરવામા આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.

ગુજરાત પ્રદેશ BTTSના મહામંત્રી પંકજ પટેલ Decision Newsને જણાવે છે કે નિમીષાબેન સૂથાર પોતે ખોટી રીતે આદિજાતી પ્રમાણપત્ર મેળવીને આદિજાતી બેઠક પરથી ચુટાઈ આવ્યા હોવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કેસ ચાલુ છે. આવેદનમાં વધૂ આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોરવા હડફના ધારાસભ્યના પિતાનુ જાતિપ્રમાણપત્ર વિશ્લેષણ સમિતીમાં મોકલવામા આવતા રાજકીય દબાણ સમિતી ઉપર ઉભુ કરીને યોગ્ય પુરાવા નહી હોવા છતા માન્ય કરવામા આવ્યુ હતૂ. ધારાસભ્ય પોતે ફોટા આવી જાતિના પ્રમાણપત્ર લઈને વિવાદમાં ઘેરાયેલા હોવા છતા તેવા સંજોગોમાં તેમને રાજ્યકક્ષાના આદિજાતિ કક્ષા જેવું સંવેદનશીલ મંત્રાલય સોપી શકાય નહી. તેમને આદિજાતી મંત્રી તરીકે નિમવાથી આદિવાસી સમાજને ઠેસ પહોચી છે. તેમના સામેના કેસમા જ્યા સુધી ફેસલોના આવે ત્યા સુધી તેમને આદિજાતી પદ પરથી દુર કરવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને ચીખલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ચીખલી તાલુકાના મામલતદારને આપવામાં આવેલા BTTS આ આવેદનપત્રમાં મુખ્યત્વે માંગણી ધારાસભ્ય નિમીષાબેન સુથારને આદિજાતી મંત્રી પદ પરથી દૂર કરવામા તેવી છે.