દેશની સૌથી પહેલી મોબાઈલ મ્યુઝિક સ્કૂલ અને રેકોર્ડિંગ સ્ટુડિયો દિલ્હીમાં બનીને તૈયાર થઇ છે. આ ખાસ પ્રોજેક્ટને મોબાઈલ મ્યુઝિક બસ નામ આપવામાં આવ્યું છે. હવે બાળકોને મ્યુઝિક શીખવા માટે બહાર નહીં જવું પડે એના બદલામાં મ્યુઝિક બસ જાતે બાળકો પાસે આવશે. જેમાં બાળકોને મ્યુઝિકની શિક્ષા આપવામાં આવશે.

કેટલાક બાળકો એવા હોય છે જેમને મ્યુઝીક પ્રત્યે ખુબ જ પેશન હોય છે પણ તેઓ મ્યુઝિક શીખવા જઈ નથી શકતા. આ પેશનને પૂરું કરવા માટે દિલ્હી સરકાર દ્વારા સ્કૂલ ઓફ સ્પેશિયલાઈઝ્ડ એક્સિલન્સની શરૂઆત કરવામાં આવી છે. આમાં બાળકોને નાની ઉંમરથી જ તેમના સપના ઘરે બેઠા જ પુરા કરવા માટે તાલીમ આપવામાં આવશે. આ મ્યુઝિક સ્કૂલ બસ સરકારી સ્કૂલની સાથે લો ઇન્કમ ગ્રુપના 5000 બાળકો સુધી પહોંચશે અને બાળકોને મ્યુઝિકની તાલીમ આપશે.