વાંસદા-ચીખલી: છેલ્લા દોઢ-બે મહિનાથી વધારે પણ વધારે સમય ડાંગના બે યુવાનના કસ્ટોડિયલ ડેથ ચીખલી પોલીસ સ્ટેશનમાં થયેલ ઘટનાને થઇ ચુક્યો હોવા છતાં આરોપીની ધરપકડ કરવામાં આવી નથી જેના કારણે હજુ પણ આદિવાસી સમાજમાં આક્રોશ જોઅવા મળી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા એક મો. નંબર જાહેર કરી આંદોલનમાં સહભાગી બનવાની અપીલ કરવામાં આવી છે.

Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર વાંસદા-ચીખલીના આદિવાસી સમાજના લોકનેતા અનંત પટેલ તેમજ આદિવાસી આગેવાનોએ મળીને એક મોબાઈલ નંબર જાહેર કરી કસ્ટોડિયલ ડેથ કેસમાં ન્યાય માટે આરોપીઓની ધરપકડના સમર્થનમાં 8010506662 આ નંબર પર મિસકોલ મારવા અને લડતને મજબૂતાઈ આપવા અપીલ કરી હતી જેનો પ્રતિસાદ ખુબ સરસ સાંપડી રહ્યાની આદિવાસી આગેવાનો જણાવે છે.

લોકનેતા અનંત પટેલે Decision News  સાથે વાત કરતાં કહ્યું કે અમે પોસ્ટર રીલીઝ કર્યાના આજે બપોર સુધીમાં ૪૮ કલાક પુરા થશે એટલે કે બે દિવસનો સમય ગાળો પૂરો થશે ત્યારે અમારા આ જાહેર કરેલા નંબર પર 6,500 જેટલા મિસકોલ આવ્યા છે અને ગુજરાતના ખૂણે ખૂણેથી અમારી સાથે જોડાઈ રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે આરોપીઓની ઝડપ-ઝડપ ધરપકડ કરવામાં આવે અને અમે આ લડતમાં હંમેશા સાથે જ છીએ.