ગુજરાત: રાજયમાં નવી બનેલી સરકારે શરૂવાતથી જ અગ્રસર બનતા લોકોની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસરત બની છે ત્યારે હાલમાં જ સરકાર દ્વારા આવનાર ૧ થી ૧૦ ઓક્ટોબર ૨૦૨૧ના દિવસોમાં ગુજરાત માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
Decision Newsએ મેળવેલી માહિતી મુજબ રાજયમાં નવી બનેલી સરકારે આવનાર ૧ થી ૧૦ ઓક્ટોબર ૨૦૨૧ના દિવસોમાં ગુજરાત માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધાર્યું છે જેમાં જે-તે માર્ગની મરામતની જરૂર લાગે તે રસ્તા વિષે જાણકારી આપવાની રહેશે જેમાં પહેલા માહિતી આપનારનું નામ, ગામ, તાલુકો, જીલ્લાનું નામ, મોબાઈલ નંબર, મરામતવાળી જગ્યાનું પૂરું સરનામું, પીન કોડ સહિતનું સરનામું વગેરે તમામ પ્રકારની માહિતી વોટ્સઅપ નંબર 9978403669 મેસેજ કરવાનો રહશે.
માર્ગની માહિતી માત્ર whatsapp ઘ્વારા જ વિગત આપવી અથવા માર્ગ મરામત માટે http://bit.ly/GMMA-2021 લીંક પર ક્લિક કરી ફોર્મ ભરી મોકલવું.

