નર્મદા: વર્તમાન સમયમાં નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૯૪ ટકા જેટલો વરસાદ આજ દિન સુધીમાં નોંધાયેલ છે.
Decision Newsએ માહિતી બ્યુરોમાંથી મળેલી માહિતી મુજબ ૨૧ મી સપ્ટેમ્બર,૨૦૨૧ના રોજ બપોરના ૨:00 કલાકે કરજણ જળાશયની સપાટી ૧૧૩.૮૪ મીટરે નોંધાવા પામી છે. જ્યારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૯૨.૩૯ ટકા, પાણીની આવક ૨૬,૨૧૦ અને રેડીયલ ગેટ નંબર ૨,૪,૬ અને ૮ એમ કુલ ૪ ગેટમાંથી ૨૬,૦૪૫ ક્યુશેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનથી ૧૬૫ ક્યુશેક સહિત કુલ ૨૬,૨૧૦ ક્યુશેક પાણી રૂલ લેવલ ૧૧૩.૭૫ મીટર જાળવવા સારૂ છોડવામાં આવી રહેલ છે.
હાલમાં ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મોટાભાગના ડેમોનું પાણીની સપાટી વધવા આમી છે તેવા સંજોગોમાં અમુક ડેમોની બારીઓ ખોલવામાં અન આવી છે ક્યાંક નીચાણવાળા ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.

