ગુજરાતે વર્ષ 2020-21 ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં 72 ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ મેળવી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ આ માટેનો એવોર્ડ અને પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કર્યા હતા.

ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રેનિંગ અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તાના માપદંડોના આધારે આ એવોર્ડ આપવામાં આવે છે. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ખોરાક ઔષધ નિયમનતંત્ર અને આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા છે.