મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો તથા અધિકારીઓની બેઠક યોજીને આ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.
તેમણે નગરોમાં લાઇટ, પાણી, ગટર અને રસ્તા જેવા મૂળભૂત જરૂરિયાતના કામોની સ્થિતી અંગે જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે રૂ. ૧૩૪૯૨ કરોડ શહેરી વિકાસના બજેટમાં ફાળવેલા છે તેની તેમજ રૂ. ૪૬૧૨ કરોડ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવવામાં આવ્યા છે તેના કામોની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)