જયપુરની ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન-સહાય આપવાના ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા.
તા: 20 થી 22 સપ્ટેમ્બર સુધી આયોજિત આ કાર્યક્રમમાં જરૂરિયાતવાળા દિવ્યાંગજનોને કૃત્રિમ પગ (જયપુર ફૂટ), પોલિયો કેલીપર્સ તથા બગલઘોડી વિનામૂલ્યે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સેવા કાર્યો કરનાર ટ્રસ્ટો અને સંસ્થાઓ સાથે રાજ્ય સરકાર હંમેશા જોડાયેલી જ છે. સમગ્ર ગુજરાતમાં કોઈ પણ દિવ્યાંગ ભાઇ-બહેન કોઇ સહાયથી વંચિત ન રહે એના માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. દિવ્યાંગજનો સમાજમાં સરળતાથી રહી શકે અને આત્મનિર્ભર બની શકે એ માટે સમાજના સક્ષમ લોકો આગળ આવે એ ખૂબ જરૂરી છે.

            
		








