દેશ અને રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાતા લૉ પ્રેશરને કારણે વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વાત ગુજરાતની કરીએ તો ઘણા સમયથી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે.

ત્યારે સંઘપ્રદેશ સેલવાસમાં આવેલ મધુબન ડેમમાં પાણીની આવક સારી એવી થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક થતા મધુબન ડેમ માંથી એક લાખ સિત્તેર હજાર (1,70,000) ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવતા વહીવટીતંત્ર સજાગ થયું છે અને કાંઠાના વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે, અને લોકોને નદી કિનારેથી દૂર રહેવાની અને દમણગંગા નદીની નજીક જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. જુઓ આ વીડિઓ માં…