કપરાડા: વર્તમાન સમયમાં વલસાડના કપરાડા વિસ્તારમાં તાલુકા શિક્ષકસંઘની રવિવારે યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને શિક્ષકોમાં ભારે દોઢધામ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે એક બાજુ ચુંટણીના મેદાનમાં ફરીવાર જુના જોગીઓ ઝંપલાવી રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડામાં થનારી શિક્ષકસંઘની ચુંટણીમાં નવસર્જન પેનલ અને એકતા ગરિમા પેનલના નામે બે જૂથ મેદાનમાં આવી પોત પોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે. જોકે જ્યાં સુધી નવસર્જન પેનલમાં પ્રમુખ તરીકે જાહેર કરાયેલા બિપિન પટેલ તાલુકા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ છે, તો શિક્ષક ગરિમા પેનલમાં પ્રમુખ તરીકે જાહેર કરાયેલા હરેશ પટેલ સંઘના મહામંત્રી તરીકે અને ઉપ પ્રમુખ તરીકે જાહેર કરાયેલા અને હાલના પ્રમુખ આયતુલ ભાઈ ફરી ચૂંટણી લડવાના પગલે શિક્ષક આલમમાં ચુંટણી સંદર્ભે કોઈ ઉત્સાહ દેખાતો નથી.
શિક્ષકોના વર્તુળમાં એવી ચર્ચાઓની ગરમ વાતો છે કે અગાવના પોતાના પ્રમુખ કાળમાં શિક્ષકોના પ્રશ્નો હલ કરવામાં નિષ્ક્રિય રહેલા નવ સર્જન પેનલના બિપિન પટેલ અને શિક્ષક ગરિમા પેનલના વર્તમાન પ્રમુખ આયતુલ ભાઈ અને હરેશ ભાઈએ પણ શિક્ષકોના મહત્વના પ્રશ્નો જેવા કે સ્ટીકરની કામગીરી, સળંગ સિનિયોરિટી, ઉચ્ચત્તમ પગાર ધોરણ, પેન્શન કેસો સહિતના શિક્ષકોના પ્રાણ પ્રશ્નોનો કોઈ હલ ન કાઢ્યો ન હતો. આ ઉપરાંત કપરાડા તાલુકાની જર્જરિત શાળાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જિંદગી સામે જોખમ ઉભું કરી રહી છે છતાં કપરાડા તાલુકાના શિક્ષકોના પ્રતિનિધિઓએ આ મુદ્દે આંખ આડાકાન કરતાં રહ્યા છે. જો ફરીથી ચુંટણીમાં જુના શિક્ષક પ્રતિનિધિઓ ચૂંટાશે તો શિક્ષકોના પ્રશ્નો અને સમસ્યાઓ આમને આમ રહેશે જેનું કોઈ નિરાકરણ આવશે નહિ જેણે લઈને શિક્ષકોના ચેહરા પર નારાજગી સ્પષ્ટ દેખાય રહી છે.
BY બિપીન રાઉત

