ચીખલી-વાંસદા: હવે ક્યારે વરસાદ આવશે અને ક્યારે તાપ પડશે કહેવું મુશ્કેલ બન્યું છે આજે ત્યારે નવસારીના ચીખલી અને વાંસદા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં મેઘરાજા મનમૂકીને વરસવા લાગ્યા હતા અને ચારે બાજુ પાણી પાણી થઇ ગયું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા અને ચીખલી તાલુકામાં હાલની જાણકારી મળ્યા મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકો વરસાદી પળોને માણવા અને ઘરે બેસવા મજબુર બન્યા છે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નદી નાળામાં પાણીના વહેણ ગતિમાન બન્યા છે ડાંગરના પાકને લઈને અમુક ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે તો અમુક ખેડૂતોના મુખ પર ચિંતાના વાદળો છવાઈ ગયા છે આવો જોઈએ મનમૂકી વરસતા મેઘરાજા..