વાંસદા: ચોમાસું આવે ને વહીવટીતંત્રના અમુક અધિકારી દ્વારા કરવામાં આવેલા સરકારી કામોના ભ્રષ્ટાચાર ખુલ્લા પડતાં હોય છે આવો જ એક કિસ્સો વાંસદા તાલુકામાં ગુજરાતથી મહારાષ્ટ્રને જોડતા રસ્તા પર ખાંભલા-બીલમોડા લો-લેવલ પુલનો સામે આવ્યો છે.
ગામના જ જાગૃત નાગરિક પ્રકાશભાઈ ગાયકવાડ Decision Newsને જણાવે છે કે વાંસદા તાલુકામાં ગુજરાતથી મહારાષ્ટ્રને જોડતા રસ્તા પર ખાંભલા-બીલમોડા લો-લેવલ પુલનો આઝાદીના વર્ષો દરમિયાન બનેલો છે ત્યારે ચોમાસું આવે અને વરસાદના પાણી પુલ ઉપરથી વહેતા મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવવા જવાનો રસ્તો બંધ થઇ જાય છે જેના કારણે વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થતી હોય છે. વરસાદી પાણીના કારણે પુલ પર ખાડાઓ પડી ગયા છે જેના લીધે અકસ્માત થવાની સંભાવના પણ ઉભી થતી હોય છે.
ગામના લોકો અને પુલ પથી અવર-જવર કરતાં વાહનચાલકોની માંગ છે કે આ પુલને ઝડપથી પોહળાઈ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવે. જેથી લોકો અને વાહનચાલકોની મુશ્કેલીઓ ઓછી થાય.

