સુબિર તાલુકામાં આવતી ગ્રુપ ગ્રામપંચાયતમાં વર્ષોથી રસ્તાની કોઈ કામગીરી કરવામાં આવેલ ન હોવાથી અને રસ્તાની મરામત કરવામાં આવેલ ન હોવાથી ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઉગા ગામના લોકોએ કરી BSPને કરી ફરિયાદ કરતા આજ રોજ સુબીર તાલુકાના BSP પ્રમુખ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે ફક્ત શાસન કરતી રાજકીય પાર્ટીઓ લોકોને આશ્વાસન આપે છે. જેમાં આજ દિન સુધી લોકોને રસ્તા માટે સારી વ્યવસ્થા કરવામાં આવેલ નથી. આ વિસ્તારની જનતાનું કહેવું છે કે ગ્રામસભામાં પણ આ બાબતે મુદ્દાઓનો ઠરાવ કરવા માટે વારંવાર રજુઆત કરેલ છે. પરંતુ આ બાબતે ઉગા ગામનો રસ્તા રોડ બનાવવામાં આવેલ નથી. અમારી માગ છે કે આપ સાહેબ શ્રીની નિગ્રાણીમાં સત્યનું નિરાકરણ આવે છે. ઉગા ગામના રસ્તા-રોડ માટે સારી વ્યવસ્થા કરવામાં આવે. જુઓ આ વીડિઓ માં…