મુંબઈ: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં જામીન મળ્યા બાદ 64 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યો છે. મુંબઈની એક કોર્ટે સોમવારે રાજ કુન્દ્રાને જામીન આપ્યા હતા. કોર્ટને 50,000 રૂપિયા જમા કરાવવા આદેશ કરાયો હતો. 19 જુલાઈના રોજ રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરી હતી. 64 દિવસ બાદ રાજ કુન્દ્રા જામીન પર મુક્ત થયા. કુંદ્રા પર પોર્ન ફિલ્મ બનાવીને તેને મોબાઈલ એપ પર સ્ટ્રીમ કરવાનો આરોપ છે.

પતિ શું કરી રહ્યો હતો તે ખબર નહોતી: શિલ્પા શેટ્ટી

ચાર્જશીટ મુજબ, રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટીએ પોલીસને જણાવ્યું હતું કે તે રાજની પ્રવૃત્તિઓથી વાકેફ નહોતી કારણ કે તે તેના કામમાં વ્યસ્ત હતી. શિલ્પાએ કહ્યું, ‘હું મારા કામમાં વ્યસ્ત હતી અને રાજ કુન્દ્રા શું કરી રહ્યો છે તેનો મને ખ્યાલ નહોતો.’ તેણે પોલીસને એમ પણ કહ્યું છે કે તે ‘હોટશોટ્સ’ અથવા ‘બોલીફેમ’ એપથી વાકેફ નથી, આ બંને પોર્ન રેકેટ સાથે જોડાયેલા છે.