કપરાડા: આજરોજ વલસાડના કપરાડા વિસ્તારના આદિવાસી સમાજના લોકપ્રિય અને લોકલાડીલા નેતા ગુજરાત રાજ્ય કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યકક્ષા મંત્રી તરીકેની પૂજા અર્ચના કરી વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ વલસાડના કપરાડા વિસ્તારના આદિવાસી સમાજના લોકપ્રિય અને લોકલાડીલા નેતા ગુજરાત રાજ્ય કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યકક્ષા મંત્રી તરીકેની પૂજા અર્ચના કરી વિધિવત રીતે પદભાર સંભાળતાની જ સાથે રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈના વલસાડ જિલ્લાના કપરાડા મત વિસ્તારમાં લોકોનો ઉત્સાહ જોઈ એમ લાગી રહ્યું છે કે તેમના માટે આજનો દિવસ કોઈ ઉત્સવથી કમ નથી.
વલસાડ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ જણાવે છે કે આજે કપરાડા મત વિસ્તારમાં ખુશીઓ છલકાઈ છે ભાજપના કાર્યકરો અને સ્થાનિક મતદારોમાં પણ ખુશીઓ જોવા મળી રહી છે. હવે આ વિસ્તારના વિકાસના કામોને વેગ મળશે એ નક્કી છે. એક ભાજપના કર્મઠ કાર્યકર તરીકે હું ખુબ જ ખુશ છુ કે અમારા માર્ગદર્શક અને લીડર એવા શ્રી જીતુભાઈ ચૌધરીને રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.

