કપરાડા: ગતરોજ યોજાયેલા કપરાડા તાલુકાના કોમ્યુનીટી હોલમાં પ્રધાનમંત્રી જન્મદિવસ નિમિત્તે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોદી સરકારે ગરીબ લોકો માટે કરેલા કાર્યોની બે મિનીટની ફિલ્મ બતાવી લાભાર્થીઓને યોજનાના લાભોથી માહિતગાર કરાયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમ અંતર્ગત કપરાડાના ૧૦૦ ટકા કોવિડ વેકસીનેસન થયેલ ખરેડી, સુખલા, વડખંભા, નાનાપોઢા, ધધડકૂવા જેવી ગ્રામ પંચાયતના સરપંચોને સન્માન પત્ર વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગ્રામ પંચાયતમાં સમુહિક સોક પીટની સારી કામગીરી કરનારા રાહુલ દેવરામ વાઘમારિયા ખડક વાળ, મોહન જાના વાઘાટ ઓઝારડા મનસુખ બાળું થાળકર ચિંતા શકર ગાવિત પાચવેરા, કાન્તુભાઈ એવાજી દળવી હુડા જેવા પાંચ ગામના સરપંચોને પણ સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત

ગ્રામસખસંઘ કોઠાર ગામના સખી સંગની ૭ લાખનો ચેક અને કોરોનામાં અનાથ થયેલ બાળકોને પ્રમાણપત્ર સાથે રાશીનું પણ વિતરણ કરાયું અને પ્રધાનમંત્રી ઉજવલા યોજના હેઠળ જુદા જુદા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારી ગાયકવાડ સાહેબ, કપરાડાના મામલતદાર કલ્પેશભાઈ સુવેરા,તાલુકા પંચાયત પ્રમુખ મોહન ગરેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ગુલાબ રાઉત  સરપંચ એસોશિયેશન પ્રમુખ ચંદર ગાયકવાડ અને જે તે વિભાગના અધિકારીઓ સાથે આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.