ધરમપુર: આપણા ત્યાં માહિતી અધિકાર અધિનિયમ આવ્યાના 15 વર્ષનો લાંબો સમયગાળો વિતી ગયા પછી આજે ધરમપુરના ભવાડા ગામમાં ગ્રામ પંચાયતમાં એક યુવાને પ્રથમ વખત RTI કરી વીતેલા વર્ષો દરમિયાન ગામમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેની માહિતી માંગી છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ આજે માહિતી અધિકાર અધિનિયમ આવ્યાના 15 વર્ષનો લાંબો સમયગાળો વિતી ગયા પછી ધરમપુરના “ગ્રૂપ ગ્રામ પંચાયત, ભવાડા” ના તલાટી કમમંત્રી શ્રી પાસે પરેશભાઈ મહાકાળ નામના એક યુવાને પ્રથમ વખત RTI કરી વીતેલા વર્ષો દરમિયાન ગામમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેની માહિતી માંગી છે જેમાં તેમની સાથે ગામના વડીલો અને યુવાનો સામેલ હતા.જુઓ આ  વિડીઓ માં…

શું આપણે ડિઝીટલ યુગમાં છીએ ? આપણો સમાજ માહિતીપ્રદ સમાજ રચવા તરફ આગળ વધી રહ્યા છે આ વિધાનોની વાસ્તવિકતા કેટલી ? ધરમપુરના ભવાડા ગામમાં આજરોજ આપવામાં આવેલી પ્રથમ RTIનો કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે તે ખરેખર ચિંતાજનક સવાલો ઉભા કરે છે આવા તો ધરમપુર તાલુકામાં કેટલાં ગામડાં હશે જ્યાં હજુ સુધી ગ્રામજનોએ પોતાના ગામમાં થયેલ કામ વિષે માહિતી મેળવવા RTI નો એક વખત પણ ઉપયોગ ન કર્યો હોય ? શું આપણા આદિવાસી વિસ્તારના ગામડાઓમાં આજ હાલત હશે ? શું આદિવાસી વિસ્તારના ગામડાઓમાં ભણેલા યુવાનો જ નથી જે પોતાના ગામમાં થયેલા વિકાસના કામોની માહિતી માંગી શકે ? શું આવી રીતે આપણે આપણી આવનારી નવી પેઠીને ગામ સોપીશું ? વિચારજો ?. ધરમપુરના ભવાડા ગામના એ યુવાનને સલામ જેણે પોતાના ગામમાં થઇ રહેલા કામો વિષે માહિતી તો માંગી !