કપરાડા: ગતરોજ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવતા ઘોટણ, ફળી ગામમાં ભારતીય જનતા યુવા મોરચા કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવ્યો હતો.

Decision Newsને મળતી વિગત પ્રમાણે ગતરોજ ભારતીય જનતા યુવા મોરચા કપરાડા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવતા ઘોટણ, ફળી ગામમાં ગામના યુવાનો સાથે મળીને વૃક્ષારોપણ કર્યુ હતું અને પ્રધાનમંત્રીનો જન્મદિવસ પર્યાવરણને બહેતર બનાવવામાં પોતાનું યોગદાન આપી ઉજવ્યો હતો.

આ અંગે Decision News સાથે વાત કરતાં ભારતીય જનતા યુવા મોરચા કપરાડા ઉપપ્રમુખ કિરણ ભોયા જણાવે છે કે હવે ધીમે ધીમે ગ્રામ્યકક્ષાએ પણ વધી રહેલા પ્રદૂષણને નાથવાના અને સ્વચ્છ વાતાવરણમાં જીવન જીવવા તથા માનનીય પ્રધાનમંત્રીના જન્મદિનને યાદગાર બનાવવા માટે અમે આજે ગામમાં વૃક્ષારોપણ કર્યુ હતું જેનો ગામ તરફ્થ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.