વાંસદા: હાલમાં કોરોના કાળમાં અવસાન પામેલા 28-ઝરી ગામના સરપંચની ખાલી પડેલી સીટ પરથી ગતરોજ ગામના માજી સરપંચે મામલતદાર ઓફિસમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે ફોર્મ ભરતા જ ભાજપના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું હતું. જેના કારણે રાજકારણમાં ગરમાટો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે સ્વ. અરવિંદભાઈ પટેલના સાથી અને ઝરી ગામના માજી સરપંચ ધનજીભાઈએ ફોર્મ ભરતા ગામના લોકોમાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. આ પ્રસંગે વાંસદાના યુવા પ્રમુખ નિકુંજભાઈ દેશમુખ, ચંદુભાઈ તેમજ ચૂંટણી કન્વિનર અનિલ પટેલ, વિજય પટેલ, કૌશિક પટેલ સહિતના હાજર રહ્યા હતા. આ જ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સંજયભાઈ છોટુભાઈ પટેલે પણ ફોર્મ ભર્યુ છે.

લોકનેતા અનંત પટેલ આ બાબતે જણાવે છે કે વાંસદા તાલુકા પંચાયત સત્તા ભાજપ પાસેગઈ છે ત્યારથી તાલુકા પંચાયતના સદસ્યોની સતત અવગણના કરવામાં આવી રહી છે. અને સત્તામાં હોવા છતાં તેઓ વાંસદામાં કાયમી તાલુકા વિકાસ અધિકારીની નિમણુંક કરાવી શક્યા નથી જેના કારણે લોકોના બધા જ કામો અટવાયા છે આવનારા સમયમાં તાલુકા પંચાયત જીતી લોકોના કામોમાં સગવડતા થાય એવા અમારા પ્રયાસો રહશે.