ખારેલ: નવસારી જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો સતત વધી રહ્યો છે ત્યારે ગતરોજ ખારેલમાંથી પસાર થતાં NH 48 પર ક્રેટા કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ ક્રેટા કાર પુલની રેલિંગ ઉપર ચઢી જવાની શ્વાસ અધ્ધર કરી નાખે એવી ઘટના બનવા પામી હતી.

Decision Newsને જાણવા મળેલ જાણકારી પ્રમાણે ગતરોજ ૧૦:૦૦ વાગ્યાની આસપાસ NH 48 ખારેલ ઓવરબ્રિજ પરથી GJ-5-RD-7799 નંબરની ક્રેટા કાર મુંબઈથી સુરત તરફ જઈ રહી હતી ત્યારે મુંબઈ થી વડોદરા જતો GJ-6-BT-46-12 નંબર ટ્રક દ્વારા કારને ઓવરબ્રિજ રેલિંગ બાજુ દબાવતા કારના એક બાજુના બે ટાયર રેલિંગ પર ચઢી ગયા હોવાનું જાણવા મળ્યું છે પરંતુ રાહતની વાત એ બની કે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.

વર્તમાન સમયમાં ઝડપી મુસાફરીની મજા માણતા ભારે વાહનોના ચાલકો હાઇવે પર નાના વાહનો માટે જોખમ ઉભુ કરતાં હોવાનું લોકો કહી રહ્યા છે.