ગતરોજ રાજસ્થાનમાં મીડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભારતીય યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતના 22 રાજ્યોના યુવાનોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમા ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP ) ધારાસભ્ય રાજકુમાર રોટ પણ જોડાયા હતા તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, આપ બધાને મળીને આનંદ થયો, ભારતના યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ અને તેમની જવાબદારી સમજવી જોઈએ, યુવાનોએ લોકશાહી વ્યવસ્થાને ખૂબ જ મજબૂત બનાવવા માટે તેમની ભૂમિકા ભજવવી જોઈએ અને યુવાનોએ સિસ્ટમને દોષ ન આપવો જોઈએ અને સમસ્યાને જાતે ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સિસ્ટમને દોષ આપવા કરતા એ સિસ્ટમમાં યુવાઓએ ઉતરી અને એ વ્યવસ્થાને સુધારવી જોઇએ.