ડાંગ: આજરોજ આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા સુબીર તાલુકાની 12-મહાલની પેટા ચૂંટણીમાં છોટુભાઈ કાગડએ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા, જીલ્લા પ્રમુખ રામુભાઇ ગાવિત તેમજ જીલ્લા તાલુકાના પદાધિકારીઓની હાજરીમાં સુબીર મામલતદાર સાહેબ ઉમેદવારી ફોર્મ સુપ્રત કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા સુબીર તાલુકાની 12-મહાલની પેટા ચૂંટણીમાં છોટુભાઈ કાગડએ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા, જીલ્લા પ્રમુખ રામુભાઇ ગાવિત તેમજ જીલ્લા તાલુકાના પદાધિકારીઓની હાજરીમાં સુબીર મામલતદાર સાહેબ ઉમેદવારી નોંધાવી છે જેના કારણે હાલમાં સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણાDecision Newsને જણાવ્યું કે હાલમાં આમ આદમી પાર્ટી ડાંગમાં પ્રભુત્વ જમાવી રહી છે આવનારા સમયમાં પંચાયતોની ચુંટણી પણ લડવાની તૈયારી છે. અમારી ટીમ જનતાના પ્રશ્નોને લઈને મજબૂતાઈથી અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે અગામી દિવસોમાં અમારા પ્રયાસો પરિણામ પોઝિટીવ આવશે એની અમને ખાતરી છે.