વાપી: ગતરોજ વલસાડના વાપીના ડુંગરી ફળિયા મચ્છી માર્કેટના નાળા પાસે રાતે ૧ વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણી મહિલાનું કપાયેલું માથું મળતાં જ સમગ્ર વિસ્તારમાં સંભવિત વાતોની ચર્ચાનું વંટોળ ઉઠયું હતું અને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પાર આવી પોહચી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાપીમાં ડુંગરી ફળિયા મચ્છી માર્કેટના નાળા પાસે કપાયેલી હાલતમાં મળેલું માથું સાધનાદેવી નામની મહિલાનું છે તે તેના પતિ લક્ષ્મીકાંત ઉર્ફે ભોલા મુચકુંદલાલ વિશ્વકર્મા સાથે ડુંગરી ફળિયા હિન્દી સ્કૂલ પાસે આહિરવાડ ચંદ્રકેશ ખુશાલ યાદવની ચાલીમાં રહેતી હતી તેના જ પતિ લક્ષ્મીકાંતે પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્નીનું તિક્ષ્ણ છરાથી ગળું કાપી માથું મચ્છીમાર્કેટના નાળા પાસે ફેકી દઇ પુરાવાનો નાશ કરી ફરાર થઇ ગયો હતો. પરંતુ ડુંગરા પોલીસે હત્યાનો ગુનો નોંધી ભાગતા ફરતાં હત્યારા આરોપીને ઝડપી લીધો છેઅને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોનું કહેવું છે કે રાત્રે 1.30 વાગે પત્નીનું માથું કાપી હાથમાં લઇ જનારા પતિને મકાન માલિકે જોતાં ત્વરિત ડુંગરા પોલીસને જાણ કરી અને અમારી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.