માંડવી: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભ્રષ્ટાચારનું દુષણ દરેક ક્ષેત્રમાં એટલે અંદર ઘુસી ચુક્યું છે કે આજે કોરોનાના કપરા કાળમાં ગરીબોને સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ પણ સસ્તા અનાજના દુકાનના દુકાનદારો ગપચાવી જવામાં જરા પણ શરમ કે સંકોચ અનુભવતા નથી. ત્યારે આ વિરુદ્ધ અવાજ ઉઠાવતા જનક્રાંતિ સેના આજે આવેદનપત્ર આપ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ માંડવી મામલતદારશ્રી ને સસ્તા અનાજની દુકાન ધારકો દ્વારા સમગ્ર વિસ્તારમાં આદિવાસી ગરીબ અને કચડાયેલા વર્ગને જે સરકારી ધારાધોરણ મુજબનું અનાજ નથી આપવામાં આવતું અને બારોબાર વેચી દેવામાં આવે છે આ મામલામાં સંડોવાયેલા ઉચ્ચ અધિકારીથી લઈ સસ્તા અનાજના દુકાનદારોની શાન ઠેકાણે નહીં લાવવામાં આવે તો જનક્રાંતિ સેના દ્વારા જનતા રેડ કરવામાં આવશે અને ફોજદારી રાહે અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.

જનક્રાંતિ સેનાના પ્રમુખ મનીષ શેઠનું શું કહેવું છે આવો જોઈએ આ વિડીયોમાં…