વાંસદા: ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભા ચુંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પક્ષ પણ પોતાની જન સંવેદન યાત્રા દ્વારા લોક સંપર્ક કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જન સંવેદના યાત્રા ગોપાલ ઈટાલીયાના નેતૃત્વમાં આવી પહોંચી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદામાં જન સંવેદન યાત્રાની લોકો મુલાકાત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કોરોનાકાળમાં મૃતક વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વર્તમાન સરકારની નાકામી અને એમના દ્વારા લોકો પર થઇ રહેલા અત્યાચાર વિષે વાતો કરી અને ગુજરાતમાં સરકાર પરિવર્તન કરવા માટે આહ્વાન કરવાનું જણાવ્યું હતું તેમને આમ આદમી પાર્ટી શું છે અને જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં આવશે તો કેવા પરિવર્તન લાવશે એ વિષે લોકોને સંબોધન કર્યું હતું. ત્યાર બાદ વાંસદામાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ અને વાંસદાના જ વાંદરવેલા ગામમાં મુકાયેલા બિરસા મુંડાના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી હતી.
વાંસદા તાલુકાના આપ ના કાર્યકર ચિરાગ પટેલે સભામાં હાજર રહેલા લોકોને દિલ્લીમાં કેવી રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે ખાસ કરીને વીજળી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં કેવી સફળતાપૂર્વક સરકાર લોકોને મદદરૂપ બની છે તે સંદર્ભે વાત કરી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ભાઈ ઈટલીયા, કિશોર ભાઈ દેસાઈ, રામભાઈ ધડુક તેમજ રાજુભાઈ ગોધાણી હાજર રહ્યા હતાં.

