વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના બારતાડ ગામના ડુંગરી ફળિયાની રીક્ષા અંકલાછ બસસ્ટેડથી થોડા આગળ રીક્ષા ચાલકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેવાના કારણે હાઈવે નંબર 56ની સાઈટ આવેલી ગટરમાં બે થી ત્રણ વખત પલ્ટી મારી ગયાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી જાણકારી અનુસાર વાંસદા તાલુકાના બારતાડ ગામના ડુંગરી ફળિયાની રીક્ષા અંકલાછ બસસ્ટેડથી થોડા આગળ રીક્ષા ચાલકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેવાના કારણે હાઈવે નંબર 56ની સાઈટ આવેલી ગટરમાં બે થી ત્રણ વખત પલ્ટી મારી ગઈ હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો રાહતની વાત એ બની કે રીક્ષામાં બેસેલા સવારને સામાન્ય ઈજા સિવાય કોઈ મોટું નુકશાન થયું ન હતું.
આ બનાવને નજરોથી જોનારા ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે રીક્ષામાં ચાલક થોડા નશાની હાલતમાં રીક્ષા હંકારી રહ્યો હતો જેના કારણે તેનાથી રીક્ષાના સ્ટેરીંગ પર કંટ્રોલ ન રહેતા આ ઘટના બનવા પામી હતી જોકે રિક્ષાને નુકશાન થયા સિવાય કોઈ મોટું નુકશાન કે કોઈ જાનહાની થઇ ન હતી.

