વાંસદા: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા નવસારી જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના તાલુકાઓમાં વિવિધ સમસ્યાઓએ ઉભી થઇ છે તેમાં વાંસદા તાલુકાના ચાપલધરા ગામના મધ્યમાંથી પસાર થતા કાવેરી નદીનો કોઝવે તૂટી જવાના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વાંસદા તાલુકાના ચાપલધરા ગામના મધ્યમાંથી પસાર થતા કાવેરી નદીનો કોઝવે તૂટી જવાના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ બાબતે જતા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કોઝવેનું સમારકામ કરવામાં આવ્યું નથી જો તાત્કાલિક ધોરણે આ કોઝવે મુદ્દે કોઈ નિરાકરણ લાવવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો તો સંપૂર્ણ ગામ આવનારા સમયની ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી અને અન્ય ચુંટણી પણ બહિષ્કાર કરશે અને તેની સંપૂર્ણ જાવાબદારી તંત્રની રહશે. જુઓ આ વિડીયોમાં રસ્તાની હાલત..
ગામના એક જાગૃત વડીલ કહે છે કે પ્રજાનું કામ કરવા આ વહીવટીતંત્રના અધિકારીઓને રોકવામાં આવે છે એમનું પગારભથ્થું પણ પ્રજાના ટેક્સના રૂપિયાથી થાય છે પણ આ કામચોર અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાંથી જ ઉપર નથી આવતા આવા અધિકારીઓને કુદરત ક્યારેય માફ નહિ કરે.

