ગણતંત્ર દિવસ-2022ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો (પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી) માટે ઓનલાઈન નામાંકન/ભલામણો સ્વીકારાઈ રહી છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2021 છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન/ભલામણો માત્ર પદ્મ પુરસ્કાર પોર્ટલ https://padmaawards.gov.in પર ઓનલાઈન પ્રાપ્ત કરી શકાશે.

સરકાર પદ્મ પુરસ્કારોને ‘પીપલ્સ પદ્મ’માં તબદિલ કરવા પ્રતિબદ્ધ છે. દરેક નાગરિકને અનુરોધ છે કે એ પ્રતિભાશાળી વ્યક્તિઓની ઓળખ માટે નક્કર પ્રયાસો કરવામાં આવે કે જેમની ઉત્કૃષ્ટતા અને ઉપલબ્ધિઓને વાસ્તવમાં ઓળખ મળે કે જે મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ લોકો અને એવા લોકો કે જેઓ નિઃસ્વાર્થભાવે સમાજની સેવા કરનારા કેમ ન હોય.

નામાંકન / ભલામણોમાં તમામ ઉપરોક્ત ઉલ્લેખિત પદ્મ પોર્ટલ પર ઉપલબ્ધ પ્રારૂપમાં વિગતવાર નિર્દિષ્ટ એવી તમામ સંબંધિત વિગતો વર્ણનાત્મક સ્વરૂપે વિવરણ (મહત્તમ 800 શબ્દો) હોવું જોઈએ જેમાં તેનીં / તેણીની તેના / તેણીના સંબંધિત ક્ષેત્ર / ડિસિપ્લીનમાંની વિશિષ્ટ અને અસાધારણ ઉપલબ્ધિઓ / સેવાને સ્પષ્ટ રીતે સામે લાવે.

આ સંદર્ભે વધુ વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટ www.mha.gov.in પર પુરસ્કારો અને ચંદ્રકો શીર્ષક હેઠળ ઉપલબ્ધ છે આ પુરસ્કારોને લગતા કાયદા અને નિયમો વેબસાઇટ પર https://padmaawards.gov.in/AboutAwards.aspx લિંક સાથે ઉપલબ્ધ છે.

કોઈપણ પૂછપરછ/સહાય માટે, આ ફોન નંબરો . 011-23092421, +91 9971376539, +91 9968276366, +91 9711662129, +91 7827785786 નો સંપર્ક કરો.

સ્ટોરી. DD news