એમેઝોન પ્રાઇમ વિડીયો(Amazon Prime Video)એ તેની આવનારી ઓરિજિનલ હોરર ફિલ્મ (Horror Movie) ‘છોરી (Chhorii)’ ની ઝલક આપી છે. ફિલ્મનું જે પ્રકારનું પોસ્ટર રિલીઝ થયું છે તે ચોક્કસપણે હોરર ફિલ્મોના પ્રેમીઓને રોમાંચિત કરશે. આ રીતે નુસરત ભરૂચા (Nushrratt Bharuccha)ની આ હોરર ફિલ્મ (Horror Movie)ની પ્રથમ ઝલક જોયા પછી, પ્રેક્ષકો એમેઝોન ઓરિજિનલ મૂવી છોરી જોવા માટે આતુર છે, જે આગામી નવેમ્બરમાં અભૂતપૂર્વ રીતે દર્શકોને ડરાવવા માટે તૈયાર છે. હોરર ફિલ્મ પ્રેમીઓ એક રોમાંચક પ્રવાસ માટે સજ્જ છે. આ ફિલ્મ નવેમ્બર, 2021 માં રિલીઝ થશે.
View this post on Instagram
‘છોરી(Chhorii)’ વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત અને ભૂષણ કુમાર, કૃષ્ણન કુમાર, વિક્રમ મલ્હોત્રા, જેક ડેવિસ અને શિખા શર્મા દ્વારા નિર્મિત આગામી હોરર ફિલ્મ (Horror Movie) છે. સુપરહિટ મરાઠી ફિલ્મ ‘લપચાપી’ની રિમેક આ ફિલ્મમાં નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે.
“છોરી (Chhorii)” એબંડેંશિયા એન્ટરટેઈનમેન્ટ સાઈક (હોરર અને પેરાનોર્મલ જોનર પર કેન્દ્રિત એક વર્ટિકલ) અને લોસ એન્જલસ સ્થિત ક્રિપ્ટ ટીવી વચ્ચે પ્રથમ સહયોગને ચિહ્નિત કરે છે. ક્રિપ્ટ ટીવી- ધ લૂક-સી, ધ બર્ચ, સન્ની ફેમિલી કલ્ટ અને ધ થિંગ ઇન ધ એપાર્ટમેન્ટ જેવાં શો સાથે ડરની નવી બ્રાન્ડ રજૂ કરવા માટે જાણીતું છે. આ રીતે, છોરી દ્વારા, પ્રેક્ષકોને નવા પ્રકારની હોરર જોવા મળશે.