ધરમપુર: હાલમાં છેલ્લા બે દિવસથી વરસેલા ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ચેકડેમ અને નાના પુલિયા ડૂબાણમાં જતા બંધ થયેલા રસ્તાને લઇ વાહન-વ્યવહાર અને અમુક સંજોગોમાં મોબાઈલ નેટવર્ક અને વીજળી ન હોવાના કારણે લોક સંપર્ક પણ તૂટી ગયો છે ત્યારે એક આશ્રમશાળાના શિક્ષકની નદીના પુલ પરથી તણાયાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના ભેસધરા ભૈરવી ફલિયા આશ્રમશાળાના શિક્ષક હિતેશ ગણપત ટંડેલ સ્કૂલની બાજુમાંથી પસાર થતી લાવરી નદી નાના પુલ પરથી જતા હતા ત્યારે પગ લપસી જતા વહેતા પાણી સાથે તણાઈ ગયો અને તેને ડૂબતો સ્થાનિક જન જોતાં એમણે જોતા તંત્રને જાણ કરી હતી. અને આ જાણકારી મળતાં મામલતદારે તાત્કાલિક ધોરણે પાલિકા ફાયર વિભાગની ટીમ શોધખોળ માટે સ્થળ પર મોકલી દેવાઈ હતી.
Decision Newsને મળેલી તાજા જાણકારી પ્રમાણે ધરમપુર પાલિકા ફાયર વિભાગની ટીમની મોડી રાત સુધી શોધખોળ છતાં શિક્ષકનો હજુ કોઈ પત્તો લાગ્યો ન હોવાનું જાણકારી મળી રહી છે.