ગુજરાતના ભરના જિલ્લાઓમાં હાલ વરસાદ પડી રહ્યો છે જેને લઈને રાજ્યના અનેક ડેમ છલકાઈ રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ પણ ભરાઈ ગયો છે. હાલ ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર ચાર ફુટ દૂર છે. ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા માટે હાલ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમની હાલની સપાટી 341.12 ફૂટ પર પહોંચી છે અને ડેમનું રુલ લેવલ 340 ફુટ છે. જેથી પાણી રુલ રેવલને ઉપર પહોંચી ગયું છે. ડેમની ભયજનક સપાટી 345 ફુટ છે જે પાણીને આંબવા માટે હવે 4 ફૂટ જ બાકી રહી છે.
ડેમમાં પાણીની આવક 29,008 ક્યુસેક છે અને ડેમનું રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમના 22 ગેટ પૈકી 10 ગેટ ખોલી 98,853 ક્યુસેક્ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહયું છે. ડેમના 9 ગેટ 4 ફૂટ જ્યારે એક ગેટ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉકાઈડેમનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવતા નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા.