પંચમહાલ: રાજ્યમાં આજે દરેક ક્ષેત્રમાં જ્યારે ભષ્ટાચાર રૂપી કીચડ જોવા મળે છે ત્યારે આ દુષણ દુર કરવાની પહેલ કરતાં હોય તેમ ગતરોજ પંચમહાલ શહેરા તાલુકા પંચાયત ખાતે જાગૃત યુવા સંગઠન દ્વારા નાડા ગામે થયેલા ભષ્ટાચાર વિરૃદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ પંચમહાલ જિલ્લામાં જાગૃત યુવા સંગઠન દ્વારા જિલ્લામાં અલગ અલગ સ્થળે નાગરિકોને પડતી મુશ્કેલીઓ પ્રશ્નને લઈને આગળ આવી રહ્યા છે જ્યારે છેલ્લા બે દિવસ પહેલા નાડા ગામે મરણ માં સ્મશાન ઘર ન હોવાના કારણે ચાલુ વરસાદે વિધિ કરવામાં આવી હતી તેને લઈને યુવા જાગૃત સંગઠન એક યુવાન દ્વારા સોશિયલ મીડિયામાં પણ વાયરલ વિડિયો કરવામાં આવ્યો હતો ત્યારે આ વીડિયોને જાગૃતિ યુવા સંગઠન યુવાન રંગીતસિંહ પગી દ્વારા જોવામાં આવ્યો હતો જેને લઈને જાગૃત યુવા સંગઠનના દ્વારા સ્થળ તપાસ કરી તાલુકા પંચાયત ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાં શહેરા તાલુકામાં નાડા ગામેં ગ્રામ પંચાયતના ઓન પેપર ઉપર સ્મશાન હોવાનું બહાર આવ્યું હતું જેને લઈને જાગૃત યુવા સંગઠન દ્વારા આજરોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં નાડા ગામના પૂર્વ સરપંચ નાયકા રતનસિંહ શનાભાઈ દ્વારા સ્મશાન ઘર બનાવ્યા વગર બરોબર નાણા ઉપાડી દીધા હોવાનું જણાવ્યું હતું

તાલુકા વિકાસ અધિકારી પણ જણાવ્યું હતું કે આ સ્મશાન ઘર બનાયા વગર જો ભ્રષ્ટાચાર હશે તો હું તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે જાગૃત યુવા સંગઠન ને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું