પંચમહાલ: શહેરા નગર પાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ સેવા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આ યોગ સંવાદ કાર્યક્રમ યોગ સેવક શિશપાલસિંહ યોગ ચેરમેનના અધ્યક્ષતા સ્થાને આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં યોગ ટ્રેનરો અને કોચ પણ હાજર રહયા હતા ગુજરાત રાજય યોગ બોર્ડ ફક્ત બે જ વર્ષમાં બહુ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં સમગ્ર ગુજરાતભરમાં પચાસ હાજર ટ્રેનરો ઉભા થયેલ છે જેમાં સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જિલ્લા માંથી ટ્રેનરો દ્વારા કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે
Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યકમમાં યોગ સેવક શિશાપાલસિંહ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આવતા સમયમાં ઘરે ઘરે યોગ ટ્રેનરો તથા યોગ કોચ બનાવવામાં આવશે અને ટૂંક જ સમયમાં ૧ લાખ જેટલા ટ્રેનરો આ યોગ બોર્ડ ઉભા કરવામાં આવશે આ યોગ કરવાના ફાયદા શારીરિક અને માનસિક રોગો નું નિવારણ થાય છે બધા રોગોનું સમાધાન એટલે કે યોગ યુવાનોને જીવનમાં સફળતા મેળવવી હોય તો તેમને યોગ કરવા જોઈએ જીવનની સોથી મોટી સફળતા મેળવી હોય તો ઘર ઘર મા યોગ કરવો જોઈએ
આ સમગ્ર કાર્યકમમાં મુખ્ય મહેમાન લક્ષ્મણભાઈ ગુરુવાણી, નગર પાલિકા ઉપપ્રમુખ હિંમતસિંહ પગી, મિતેશ પટેલ, ડી. એચ.પંચાલ, મણીબેન, વિદ્યુત સોની, પ્રજ્ઞેશ પટેલ, જીગ્નેશભાઈ ઠાકર હાજર રહ્યા હતા