ચીખલી: ગતરોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે લોકનેતા અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડાંગના દિકરાઓની કસ્ટોડીયલ ડેથના ન્યાયના મુખ્ય મુદા સાથે અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision Newsએ સ્થળ પર હાજર રહી કરેલા રીપોર્ટીંગ દરમિયાન નોંધ્યું કે આ અધિકાર યાત્રામાં ચીખલી બગલાદેવના પાસે અને એસ.ટી ડેપો સર્કલ પાસે લોકો રસ્તા પર બેસી પોલીસનો હુરિયો બોલાવ્યો હતો જુદા જુદા પોલીસ વિરુદ્ધના સુત્રોચાર અને આદિવાસી સંસ્કૃતિના વાદ્યો સાથે આ યાત્રા ચીખલી તાલુકા સેવાસદન પોહચી હતી ત્યાં ધારાસભ્ય અનંત પટેલ, રમેશભાઈ, ચિરાગભાઈ, અલ્પેશભાઈ, કલ્પેશભાઈ, નિરવ, ડો પટેલ સાહેબ જેવા આદિવાસી આગેવાનોએ આધિકાર યાત્રાને સંબોધન કર્યું હતું.

આ અધિકાર યાત્રાના મુખ્ય મુદ્દો ડાંગના બે દીકરાના પરિવારને ન્યાય અપાવવાનો હતો જે મુદ્દે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે જો આવનારા સાત દિવસમાં જો બે આદિવાસી દીકરાઓના આરોપીઓની ધરપકડ નહીં થાય તો ત્રણ દિવસ ચીખલી પોલીસ મથકને ઘેરાવ કરવામાં આવશે અને રાજ્યપાલને રજુવાત કરી ચીખલી પોલીસ સ્ટેશનને જરૂર લાગે તો તાળાબંધી પણ કરવામાં આવશે.