UNO દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બર 15માં આદિવાસી અધિકાર દિવસની ઉજવણી આસામ રાજ્યમાં સમગ્ર ભારતનાં આદિવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. દેશના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો, ધારાસભ્ય, મંત્રી અન્ય લોકોએ ભેગા મળીને આદિવાસી અધિકાર,સંસ્કૃતિ બચાવવા અને એક જૂથ થાય તે માટે ચર્ચા કરી હતી અને આ દિવસને યાદગાર બનાવ્યો હતો.

રાજસ્થાનના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય રાજકુમાર રોટએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આદિવાસી અધિકાર દિવસે સમગ્ર દેશના આદિવાસીઓને એક કરવા, આપણા અધિકાર માટે સમગ્ર દેશનાં આદિવાસીઓએ એક થઈને લડવું જોઈએ, આદિવાસી સમાજ અલગ અલગ ધર્મ, પક્ષમાં વહેંચાતા લોકોને રોકવા, સંવિધાનમાં આદિવાસી શબ્દનો સમાવેશ કરવો અને આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ 5 અને 6ની અમલવારી સંપૂર્ણ રીતે લાગુ કરવાની માંગ કરી છે.

આ પ્રસંગે ત્રિપુરા સરકારના ટ્રાઈબલ મંત્રી એમ.કે. જમાતિયા, ઝારખંડના રાજ્યના પૂર્વ મંત્રી અને વર્તમાન સમયમાં ધારાસભ્ય બંધુ તિનીર અને ત્રિપુરાના ધારાસભ્ય ધનંજય, મધ્ય પ્રદેશના ધારાસભ્ય ઓમકર સિંહ મરકામ, આદિવાસી વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ નાકસા ભીલ, ભવરલાલ પરમાર સહીત ઉપસ્થિત રહ્યા હતા