ધરમપુર: આજે જ્યારે સમગ્ર આદિવાસી વિસ્તારોમાં 13 સપ્ટેબર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધરમપુર તાલુકામાં પણ આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ભારતના સંવિધાન અનુચ્છેદ 13(3)(ક),244 (1) અને પાંચમી અનુસૂચિના વિસ્તારમાં U.N. દ્રારા 13 સપ્ટેબર 2007માં વિશ્વના આદિવાસીઓ માટે 46 અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી જેના અનુલક્ષીને ભારતના આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસીઓએ જાગૃતિ અભિયાન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. આજે આવી જ રીતે સમસ્ત આદિવાસી સમાજ તેમજ આદિવાસી એકતા પરિષદ ધરમપુર દ્રારા કોરોના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ધરમપુર, વાવ ચોકડી, બિરસા મુંડા સર્કલ પાસે ઉજવણી કરી અને ત્યાર બાદ રાજ્યપાલ શ્રી ને તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફત આવેદન પત્ર આપવામાં આવ્યુ. જેમાં ખુબજ મોટી સંખ્યામાં સમસ્ત આદિવાસી સમાજ એકતા પરિસદના યુવાનો, વડીલોએ હાજરી આપી હતી.
યુવાપ્રિય અપક્ષ નેતા કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે હાલમાં આપણા સમાજે આપણા બંધારણીય અધિકારો પ્રત્યે જાગૃત થવાની ખુબ જ જરૂર છે જો આપણો સમાજ મળેલા અધિકારો અને કર્તવ્યોની જાણકારી અંગે સજાગ બનશે તો જ આપણો સમાજ વિકાસની દિશામાં પગ માંડી શકશે એમ મને લાગે છે અને આવનારા સમયમાં અમે બંધારણીય અધિકારો વિષે જાગૃતિ અભિયાનો ગમે ગામમાં ચલાવી છું અને સમાજમાં સભાનતા આવે એવા પ્રયાસો કરીશું