વલસાડ: ગતરોજ BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય મહેશભાઈ વસાવા સાહેબના હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના BTTS ના હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી તેમની સાથે ઉમરગામ તાલુકામાંથી આવેલ 100 થી વધુ લોકો BTTS સંગઠન જોડાયા હતા.
Decision News BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય મહેશભાઈ વસાવા સાહેબના હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના BTTS ના હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી તેમની સાથે ઉમરગામ તાલુકામાંથી આવેલ 100 થી વધુ લોકો BTTS સંગઠન જોડાવા માટે મુખ્ય ઓફિસ ચંદેરિયા ખાતે આવી માનનીય છોટુભાઈ વસાવા સાહેબ અને માનનીય મહેશભાઈ વસાવા સાહેબની વિચારધારા સાથે જાણી BTTS સંગઠન સાથે જોડાયા હતા.
ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના ગુજરાત પ્રદેશ મહામંત્રી પંકજ પટેલ Decision Newsને જણાવે છે કે ધીમે ધીમે અમારા સંગઠનની વિચારધારાને લોકો જાણી- સમજીને અમારી સાથે જોડાય રહ્યા છે ત્યારે આવનારા સમયમાં BTTS સંગઠન આદિવાસી સમાજનું મજબુત સંગઠન બનશે અને જેના કારણે અમે લોકહિત કે સમાજહિતના પ્રભાવક નિર્ણય લઈ શકીશું જેની અવગણના સરકાર કરી શકશે નહિ.