નવસારી: આજે સમગ્ર આદિવાસી વિસ્તારોમાં આદિવાસી અધિકારોની આજદિન સુધી જે અમલવારી કરવામાં આવી નથી તેની અમલવારી ઝડપથી કરવા આવે તેવી માંગ સાથે BTTS દ્વારા નવસારી નાયબ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે 13 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે BTTS સંગઠન દ્વારા અનુસૂચિ 5 પેસા એકટ જેવા બંધારણીય હક્કોની અમલવારીની માંગ કરતું આવેદનપત્ર નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટરશ્રીને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રીને ઉદ્દેશીને આપવામાં આવ્યું હતું.જુઓ આ વીડીઓ માં…

BTTS ગુજરાત પ્રદેશના મહામંત્રી પંકજ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે આદિવાસી સમાજને અભણ અને અજ્ઞાન સમજી જે બંધારણીય અધિકારો છે એનાથી વંચિત રાખવાનો પ્રયત્ન આજસુધી કરવામાં આવ્યો છે પણ હવે પછી અમે આ પ્રકારનું કૃત્ય ચલાવી લેશું નહિ BTTS પોતાના આદિવાસી સમાજના લોકોને તેમના હક્કો અપાવીને જ રહશે એ આજે અમે આદિવાસી અધિકાર દિવસે નિર્ણય કરી જિલ્લા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી સૂચિત કરીએ છીએ. આદિવાસી અધિકારોની આજ સુધી જે અમલવારી કરવામાં આવી નથી તેની અમલ વારી ઝડપથી કરવા આવે તેવી માંગ સાથે આજ રોજ BTTS દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું