ધરમપુર: ભારતના સંવિધાન અનુચ્છેદ 13(3)(ક), 244 (1) અને પાંચમી અનુસૂચિના વિસ્તારમાં U.N. દ્રારા 13 સપ્ટેબર 2007 માં વિશ્વના આદિવાસીઓ માટે 46 અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી આ બાબતે 13 સપ્ટેબર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ જાગૃતિ અભિયાન ધરમપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Decision Newsને ધરમપુરના યુવાપ્રિય અપક્ષના નેતા કલ્પેશભાઈ પટેલ જણાવે છે કે 13 મી સપ્ટેબરના સોમવાર 9:30 કલાકે વાવ ચોકડી,બિરસા મુંડા સર્કલ,ધરમપુર પાસે ભારતના સંવિધાન અનુચ્છેદ 13(3)(ક),244 (1) અને પાંચમી અનુસૂચિના વિસ્તારમાં U.N. દ્રારા 13 સપ્ટેબર 2007 માં વિશ્વના આદિવાસીઓ માટે 46 અધિકારોની કરવામાં આવેલી ઘોષણા બાબતે આદિવાસી સમાજ તેમજ આદિવાસી એકતા પરિષદ દ્રારા કોરોના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આદિવાસીઓએ જાગૃતિ અભિયાન કાર્યક્રમની ઉજવણી કરાશે અને ત્યાર બાદ રાજ્યપાલ શ્રી ને તાલુકા વિકાસ અધિકારી મારફત આવેદન પત્ર આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ કાર્યક્રમના સમાપન બાદ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સર્કિટ હાઉસ ખાતે યોજાનારા 13 સપ્ટેબર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ જાગૃતિ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી લોકોએ સ્વંયભુ અને સ્વેચ્છાએ હાજર રહેવા વિંનતી છે