પંચમહાલ: ગઈકાલથી સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું ગોણ ગણેશનું મંદિર હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માટેનું આસ્થાનું કેન્દ્ર બન્યું.
ઉલ્લેખનીય છે કે હાલ ગણેશ ચતુર્થી હોવાથી માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા અમદાવાદ સુરતના ભાવિકો ગણેશજીને મસ્તક નમાવીને પોતાની મન્નતો પૂરી કરે છે અને આ સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની છે. દેશમા ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે. જેને લઈને દેશભરમા પંડાલોમા ગણેશમુર્તિનુ સ્થાપન કરવામા આવ્યુ છે. અને પુજન અર્ચન કરવામા આવે છે. ગોધરા શહેરની નજીક આવેલા પોપટપુરા ગામ પાસે ગણેશ મંદિર આવેલુ છે. જે અનોખુ મહાત્મય ધરાવે છે. ખાસ કરીને મંગળવાર અને અંગારથી ચોથના દિવસે અહી દર્શન કરવાનુ વિશેષ મહત્વ છે. અહી આવેલી ગણેશ મુર્તિ જમીનમાથી નીકળેલી હોવાની લોકવાયકા પ્રચલિત છે. જુઓ આ વિડીઓ માં…
હાલ મંદિર બનાવીને તેનુ પુજન અર્ચન કરવામા આવે છે. મંગળવાર તેમજ ચોથ ભરવાથી દુંદાળા દેવ દરેકની મનોકામના પુરી થતી હોવાની માન્યતા હોવાથી અહીાભક્તોની ભારે ભીડ ઉમટે છે. વધુમા હાઈવે માર્ગને અડીને આવેલુ હોવાથી અહી રસ્તેથી જતા આવતા લોકો પણ દાદાના દર્શન કરવાનુ ચુક્તા નથી. પંચમહાલ નહી પણ અન્ય જીલ્લામાથી પણ ભાવિકો આવે છે.અને ગણેશ દાદા સર્વની મનોકામના પુર્ણ કરે છે.

