વાંસદા: વર્તમાન સમયમાં ધીમે ધીમે વધી રહેલા કોરોનાના કહેર કારણે નવસારીના વાંસદા તાલુકામાં આજરોજ ગ્રામ પંચાયત વાંસદા દ્વારા નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા વાળા, હટવાડાના ફેરિયાઓને વેક્સીનેશન કરાવવા માટે સૂચિત કરવામાં આવ્યા છે.
Decision News મળેલી માહિતી મુજબ આજરોજ વાંસદાના નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા વાળા, હટવાડાના ફેરિયાઓને સૂચિત કરવામાં આવ્યું છે કે આવતા શુક્રવાર થી જો કોરોના વેક્સીનેશન ન કરાવ્યું હશે તો એવા વેપારીઓને વાંસદા બજારમાં બેસવા દેવામાં આવશે નહિ અને જો બેસતાં પકડાશે તેમના પરથી દંડ વસુલવામા આવશે.
પંચાયત દ્વારા નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા વાળા, હટવાડાના ફેરિયાઓ જ્યારે બજારમાં વેચાણ અર્થે બેસશે ત્યારે તેમનું કોરોના રસીનું સર્ટિફિકેટ છે કે નહિ તેનું ચેકીંગ કરવામાં આવશે. પંચાયત દ્વારા ‘માસ્ક પહેરો સુરક્ષિત રહો અને અંતર જાળવી વેપાર કરો’ નું કહેવામાં આવ્યું છે.

            
		








