ચીખલી: 13 સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લામાં આદિવાસી અધિકાર દિનની ઉજવણી થનાર છે, તે અંતર્ગત ચીખલીના સર્કિટ હાઉસથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હોવાથી આદિવાસી યુવાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા તાડામાર શરુ થઇ તૈયારી શરુ કરી દેવામાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી અધિકાર દિવસના દિને સમગ્ર પંથક અને અન્ય પંથકના પણ દરેક ગામોના આદિવાસીઓને પોતાના હક્ક અને બંધારણ માટે જોડાવવા માટે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. આ આદિવાસી અધિકાર દિનના દિવસે આદિવાસી સમાજના બંધારણીય હક્કો માટે સરકાર સક્ષમ રજુઆત કરવા માટે રેલી બાદ આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત ચીખલીના સર્કિટ હાઉસ પાસે આદિવાસી સમાજના લોકો ભેગા થશે અને ત્યાર બાદ અધિકાર યાત્રા શરૂ થશે અને તે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ચીખલી ખાતે જઈ ને રાષ્ટ્રપતિને ઉદ્દેશીને વિવિધ માંગો સાથે આવેદનપત્ર પણ આપવામાં આવશે.
આવેદનપત્રમાં 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિન આમારી માંગણી માં બંધારણમાં આદિવાસી/ઈન્ડીજીનસ તરીકે ઓળખ આપો, 5મી અનુસૂચિનો સંપુર્ણ અમલ. વૈશ્વિક પર્યાવરણને નુકસાન કરતાં તમામ પ્રોજેકટો બંધ કરો, વિસ્થાપિતો ને કાયમી રોયલ્ટી આપો, ખોટા પ્રમાણપત્રો ને રદ કરી સજા કરો. દેશના મુખ્ય મથકો જિલ્લાઓમાં આદિવાસી ભવન બનાવવામાં આવે. તમામ ક્ષેત્રોમાં રોસ્ટર એક્ટ બનાવો. આગામી જનગણનામાં આદિવાસી/ઈન્ડીજીનસ તરીકે ગણતરી કરો. ડાંગના 2 યુવકોની હત્યાના આરોપીઓ પોલીસ કર્મીઓની ધરપકડ કરો. આદિજાતિ બાળકો માટે શૈક્ષણિક ક્ષેત્રે આવક મર્યાદા દૂર કરાય વગેરે માંગ કરશે.