પ્રતિકાત્મક

ખેરગામ: આજે નાની મોટી સમસ્યાનું નિવારણ લાવવા આત્મહત્યા કરવાનું ચલણ વધ્યું છે ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક ગામે રહેતા એક 33 વર્ષીય યુવકે પરિવારમાં થયેલા વિખવાદ માટે પોતાના જ ઘરમાં ગળે ફાંસો લટકાવી આત્મહત્યા કરી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision Newsને મળેલી મહતી મુજબ ગતરોજ ખેરગામના પાણીખડક પટેલ ફળિયામાં રહેતા દિગેશ મોહનભાઇ પટેલ દમણમાં આવેલી બેંકમાં પટાવાળાની કામગીરી કરતાં હતા પરંતુ કેટલાંક મહિનાઓથી તેઓ ઘરે એકલા જ રહેતા હતા તેમણે 9 સપ્ટેમબરની રાત્રે જ પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી 10 સપ્ટેમબર તેમનો મિત્ર તેમણે સવારે મળવા ગયો ત્યારે સમગ્ર ભેદ બહાર આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતકના કાકાના કહ્યા અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ સુધી આત્મહત્યાનું કોઈ કારણ બહાર આવ્યું નથી પણ લોકો એવું કહી રહ્યા છે કે આત્મહત્યા કરવા પાછળ પરિવારનો વિખવાદ જવાબદાર છે તે ઘરમાં એકલો જ રહેતો હતો તેમની પત્ની છેલ્લા ત્રણેક વર્ષથી બે બાળકો સાથે પત્ની પિયરમાં જ રહેતી હતી.